JEE અને NEETની પરીક્ષા મુદ્દે વાપીવાસીઓનો પ્રતિસાદ - ઈજનેરી માટેની જેઈઈ મેઈન
🎬 Watch Now: Feature Video
વાપી : સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે JEE-main (Joint Entrance Examination) અને NEET (National Eligibility cum Entrance Test)ની ઓનલાઈન પરીક્ષાનો મુદ્દો હવે સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય દંગલનો મુદ્દો બન્યો છે. જોકે પરીક્ષાના મુદ્દાને લઇ કોંગ્રેસ સમર્પિત સાત જેટલા રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સોનિયા ગાંધીએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.ત્યારે આ અંગે વાપીમાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.