વલસાડ શાકમાર્કેટથી બેચર રોડ સુધીના 25 દબાણો પાલિકાએ હટાવ્યાં - Valsad Palika
🎬 Watch Now: Feature Video
વલસાડ: શહેરમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં આડેધડ દુકાનના શેડના દબાણોને કારણે ટ્રાફિક જામ થઇ જતો હતો. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને પગલે આડેધડ પતરાના સેડ બહાર કાઢી અડિંગો ઉભા કરનાર સામે પાલિકાએ કાર્યવાહી કરતા શાકભાજી માર્કેટથી લઈને બેચર રોડ સુધીના વિસ્તારમાં આવેલ 25 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલ આ અભિયાનમાં પાલિકાએ દબાણ કર્તાઓને જાહેરમાં ચેતવણી પણ આપી હતી. તેમજ એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
Last Updated : Sep 20, 2020, 1:02 AM IST