વડોદરાના વોર્ડ 16માં ઉદ્દભવેલી સમસ્યાઓને લઇ યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા પાલિકા કચેરી ખાતે રજુઆત - municipality in vadodara
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8915347-904-8915347-1600911591804.jpg)
વડોદરા : યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા વોર્ડ 16 માં આવતા તમામ વિસ્તારોમાં સર્વે કરી સ્થાનિકોની સમસ્યા અંગે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તે દરમિયાનમાં જોવા મળ્યું હતું કે, છેલ્લાં 25 વર્ષથી વોર્ડ 16 માં સમાવિષ્ટ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. રોડ રસ્તા, પાણી, ગંદકી સહિતની અનેકો સમસ્યાથી રહીશો પારાવાર યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે વોર્ડ 16 ના વિસ્તારના રહીશોના પ્રશ્નોને વાચા આપવા માટે યુવા જન જાગૃતિ પાર્ટી મધ્ય ગુજરાત મહિલા મોર્ચાના પ્રમુખ અક્ષીતાબા સોલંકીની આગેવાનીમાં પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને રહીશો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર અરજી આપી સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવા રજૂઆત કરી હતી.