અમદાવાદ: 12 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ યોજવા જય રહી છે. આ શ્રેણી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારી માટે એક શ્રેષ્ઠ તક છે. કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાયેલ બીજી વનડે મેચ ભારતે 4 વિકેટે જીતી લીધી હતી અને આ સાથે સીરિઝ પણ પોતાને નામ કરી લીધી છે. અંતિમ મેચ માટે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
ICT નર્મદા ખાતે ટીમ ઈન્ડિયાનું સ્વાગત:
ઈંગ્લેન્ડ સામેની અંતિમ વનડે મેચ માટે ભારતીય ટીમ મોદી રાત્રે અમદાવાદ પહોંચી ગઈ હતી. ICT નર્મદા ખાતે તિલક અને શાલ ઓઢાડી દરેક ખેલાડીઓનું ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચુસ્ત પીલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઈન્ડિયા મોદી રાત્રે હોટલ પહોંચી હતી. ચાહકો તેમના પ્રિય ખેલાડીઓને નિહાળવા માટે હોટલની બહાર ભારે ભીડમાં ઊભા હતા. આ અંતિમ મેચ 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
Cuttack 🛬 Ahmedabad #TeamIndia have arrived for the Third and the Final #INDvENG ODI 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/JOd2fCAkgU
— BCCI (@BCCI) February 10, 2025
આ મેચમાં અંગ દાન વિષે જાગૃત્તિ ફેલાવવામાં આવશે:
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહે બુધવારે અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ODI પહેલા 'અંગ દાન કરો, જીવન બચાવો' નામનું જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. જય શાહે તેમના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમે 'અંગોનું દાન કરો, જીવન બચાવો' નામનું જાગૃતિ અભિયાન શરૂ કરી રહ્યા છીએ. રમતગમતમાં પ્રેરણા આપવાની, જોડવાની અને મેદાન પર અને મેદાનની બહાર સકારાત્મક અસર કરવાની શક્તિ છે. આ પહેલ દ્વારા અમે દરેકને વિનંતી કરીએ છીએ કે તેઓ સૌથી મોટી ભેટ - જીવન આપવાની દિશામાં એક પગલું ભરે.
— BCCI (@BCCI) February 10, 2025
GCA ના પ્રમુખે આ અભિયાનનું મહત્વ જણાવ્યું:
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અનિલ પટેલે ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું કે, 'ભારત - ઈંગ્લેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જે મેચ રમવાની છે તેમ ICC ના ચેરમેન જય શાહના નેતૃત્વ હેઠળ "અંગ દાન" પર જાગૃત્તિ ફેલાવવા માટે એક અભિયાનની જાહેરાત કરી છે. જેના અંતર્ગત સમગ્ર અમદાવાદમાં બિલબોર્ડ લગાડવામાં આવશે. BCCI, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને રેડ કોર્સ સાથે મળીને આ અભિયાનની શરૂઆત કરશે. જેની સપૂર્ણ સ્ટેડિયમમાં તૈયારીઑ ચાલી રહી છે. '
𝘿𝙤𝙣𝙖𝙩𝙚 𝙊𝙧𝙜𝙖𝙣𝙨, 𝙎𝙖𝙫𝙚 𝙇𝙞𝙫𝙚𝙨
— BCCI (@BCCI) February 11, 2025
Be a part of the organ donation initiative on the 12th of February at the Narendra Modi Stadium in Ahmedabad! 🏟️
Pledge to donate your organs and make a difference 👌👌#TeamIndia | #DonateOrgansSaveLives pic.twitter.com/rxreUuhq65
વધુમાં તેમણે જણાવ્યું કે, 'આ અભિયાનનો ઉદેશ્ય વધુમાં વધુ લોકોને અંગ દાન પ્રત્યે જાગૃત્તિ ફેલાવવા અને તેનું મહત્વ સમજાવવાનો છે. આ અભિયાન વિષે જાગૃત્તિ ફેલાવવા માટે ભારતીય ખેલાડીઓએ એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં સૌ અંગ દાનના મહત્વ વિષે વાત કરી રહ્યા છે. '
સ્ટેડિયમમાં આટલી સંખ્યામાં લોકો હાજર રહેશે:
ભારત - ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ મેચમાં GCAના પ્રમુખ અનિલ પટેલના જણાવ્યા અનુસાર, ટિકિટ વેચાણ પરથી સ્ટેડિયમમાં 80 થી 90 હજાર પ્રેક્ષકો આવવાની અપેક્ષા છે.
GCA ના પ્રમુખે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, 'સ્પોર્ટ્સ અને ક્રિકેટ તો સૌ કોઈ જુવે છે પરંતુ તેની સાથે સાથે આપણે સમાજના લોકોને મદદરૂપ બને તેવા કાર્યમાં જોડાવવું ખૂબ જ ગર્વની વાત છે.
આ પણ વાંચો: