વડોદરા શહેર પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ - વડોદરા શહેર પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગનું આયોજન
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. બજારો અને દુકાનમાં લોકોની ભીડ ભાડ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં લઈને વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરના એસીપી, એ ડિવિઝનના પી.એલ.ભેંસાણીયા, સયાજીગંજ પી.આઈ, એસ.જી.સોલંકી સહિત સયાજીગંજ પોલીસના સ્ટાફના માણસોને સાથે રાખીને સયાજીગંજ પોલીસ સ્ટેશનના વિસ્તાર અલકાપુરી ગળનાળા, કોનકડૅ, એચડીએફસી બેંક સહિતના રૂટ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.