વડોદરામાં ઉમેદવારોએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે સુત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - વડોદરા સમાચાર
🎬 Watch Now: Feature Video
વડોદરા : રાજ્યમાં ગત્ત 17 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જેને લઈને વડોદરાના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સુત્રોચ્ચારો કરી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ પરીક્ષાનું ફરી આયોજન કરવાની માંગ કરી છે. ઉમેદવારોએ ફરીવનાર પરીક્ષાનું આયોજન કરવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.