કોરોના વાયરસના વધતા સંક્રમણ પગલે વડતાલધામનો રંગોત્સવ રદ કરાયો - કોરોના વાયરસના વધતા સંક્રમણ પગલે વડતાલધામનો રંગોત્સવ રદ કરાયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6334673-thumbnail-3x2-vadtal.jpg)
વડતાલઃ વિશ્વના 77 દેશોમાં ફેલાયેલો Corona virus હવે ભારત માટે પણ ચિંતારૂપિ બન્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના 5 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યારે આ જીવલેણા રોગને નાથવા માટે રાજ્ય સરકારે પૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના સહયોગમાં વડતાલધામમાં 9 અને 10 માર્ચે હોળી-ધૂળેટી રંગોત્સવ રદ કરવામાં આવ્યો છે. જેની તમામ હરિભક્તોને નોંધ લેવા વડતાલ સંસ્થાન વતી સહાયક કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી દ્વારા જણાવાયુ છે. નોંધનીય છે કે, વડતાલધામમાં ફાગણી પૂનમે ધામધૂમથી રંગોત્સવ ઉજવવામાં આવે છે. મંદિર પરિસરમાં એક ઊંચો અને કલાત્મક મંચ ઊભો કરી તેના પર રંગની મોટી પિચકારીઓથી ભાવિકો પર રંગ ઉડાડવામાં આવે છે. ભાવિકો હોંશે હોંશે રંગ ઝીલીને ધન્યતા અનુભવે છે. વડતાલમાં 200 વર્ષ પૂર્વે રંગોત્સવનું આયોજન થયું જેનો લ્હાવો લઈને ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. આમ,વડતાલધામમાં પરંપરાથી ઉજવાતો રંગોત્સવ કોરોના વાયરસના કારણે દેશ અને દુનિયામાં સર્જાયેલ આરોગ્યલક્ષી સમસ્યાના અનુસંધાને બંધ રાખવાનો નિર્ણય વડતાલ સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે.