વડોદરામાં કોંગ્રેસ અગ્રણીના જન્મદિવસની અનોખી ઉજવણી, શ્રમિકોને માસ્ક અને સેનિટાઈઝરનું કર્યું વિતરણ - વડોદરામાં કોંગ્રેસ અગ્રણીના જન્મદિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ લોકો સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરતા હોય છે, પરંતુ વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. તેમણે કોરોનાની મહામારીના કારણે પેટિયું રળતા અને મજૂરી કામ કરનારા શ્રમિકોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમની સાથે પરમ પૂજ્ય જ્યોતિરનાથ મહારાજ પણ હાજર રહ્યા હતા.