લુણાવાડા સહિત મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ - લુણાવાડા વરસાદ
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણા, બાલાસિનોર તેમજ વીરપુર તાલુકામાં ગત રાત્રીએ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં લુણાવાડા તાલુકામાં સૌથી વધારે 51 મીમી વરસાદ જ્યારે અન્ય તાલુકા સંતરામપુરમાં 41 મીમી, કડાણામાં 32 મીમી, બાલાસિનોર અને ખાનપુરમાં 20 મીમી વરસાદ જ્યારે વીરપુરમાં 13 મીમી વરસાદ વરસ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. રાત્રે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જિલ્લાવાસીઓને ગરમીમાંથી રાહત મળી હતી. ગાજવીજ સાથે વરસાદ શરૂ થવાની સાથે જ વીજળી પણ ગુલ થઈ જતા અંધારાપટ છવાયો હતો.