રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સોમવારે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ યોજાઈ હતી, જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાં જ ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગી કોર્પોરેટરો સાયકલ અને ઘોડા સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. અંદર પ્રવેશે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અટકાયત થયા હદ કોંગી કોર્પોરેટરોને છોડી જનરલ બોર્ડ શરૂ થઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા બેનરો સાથે ભારે હંગામો કરવામાં આવતાં માર્શલ દ્વારા જનરલ બોર્ડમાં કોંગી કાર્યકરોને બહાર કાઢવામાં આવ્યા હતા. કોંગી કોર્પોરેટરોને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવતા કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ રોષે ભરાયા હતા અને બોર્ડમાંથી અન્ય કોંગી કોર્પોરેટરોએ પણ વોક આઉટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મનપાના જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી શરૂ થાય તે પહેલા જ શાસક અને વિપક્ષ દ્વારા આક્ષેપ બાજીઓ શરૂ કરવામાં આવી હતી અને કોરોનાના પ્રશ્નો મુદ્દે ભારે હોબાળો થયો હતો. રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે બીજી વખત પ્રમુખ સ્વામી એડિટોરિયમ ખાતે મનપાની જનરલ બોર્ડ યોજાઈ હતી.