કપરાડાના કુંભઘાટ પર લોખંડના રૉડ ભરીને આવતી ટ્રક પલટી - accident occurred in valsad
🎬 Watch Now: Feature Video
વલસાડ: કપરાડાનો કુંભ ઘાટ છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યો છે. અવારનવાર મહારાષ્ટ્ર તરફથી આવતા ભારે વાહનો આ ઘાટ પર કાબુ ગુમાવતા પલટી ખાઇ જાય છે. ત્યારે સોમવારે લોખંડના રૉડ ભરીને વાપી તરફ આવી રહેલી એક ટ્રકના ચાલકે કુંભ ઘાટ પર કાબુ ગુમાવતા ટ્રક ઘાટના રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. તેમજ પાછળ ભરેલા લોખંડના રૉડનો ભાર કેબિન પર આવતા કેબિન ટ્રકથી છૂટી પડી ગઈ હતી અને ટ્રકથી 20 મીટર દૂર સુધી ફંગોળાઈને પલટી ખાઇ ગઇ હતી. ઘટનામાં ટ્રકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.