ગોધરા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં ફૂલ આપીને વાહનચાલકોને જાગૃત કરાયા - પંચમહાલ જિલ્લા
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે સાર્વજનિક કોમર્સ કોલેજના NSS વિભાગ લાયન્સ ક્લબ ગોધરાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. ગોધરા શહેરના મધ્યમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે મુખ્ય હાઇવે માર્ગ ઉપર આવતા જતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો અને વાહનચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કર્યો હતો. જેમાં પંચમહાલ જીલ્લાના ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. નગરજનોએ પણ કામગીરીને વખાણી હતી. લાયન્સ કલબના સભ્યો તેમજ ગોધરા સાર્વજનિક કોમર્સ કોલેજના અધ્યાપકો અને NSS યુનિટના વિધાર્થીઓ પણ હાજર રહ્યા હતા.