રાજ્ય સરકારની જાહેરાત બાદ અરવલ્લીની બજારોમાં દુકાનો ખુલી - Government announcement to open shops
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6944708-628-6944708-1587878562876.jpg)
અરવલ્લીઃ રાજ્ય સરકારે 25 એપ્રિલે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 26 એપ્રિલથી વેપારીઓ દુકાનો ખોલી શકશે. જે અંતર્ગત જિલ્લામાં પરવાનગી આપવામાં આવેલી દુકાનો આજે ખુલી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારે કેટલીક દુકાનો શરૂ કરવાની પરવાનગી આપી છે જેમાં ઇલેકટ્રિક, બુક્સ અને સ્ટેશનરી, એસી.રિપેરીગ, તેમજ ટાયર પંચર, સહિતની દુકાનોનો સમાવેશ થાય છે. છેલ્લા એક માસથી બંધ પડેલા ધંધા રોજગાર ફરી શરૂ થતા વેપારીઓમાં ખુશી છવાઈ હતી.