ભાવનગર: મુખ્ય માર્કેટમાં પ્લાસ્ટિકની દુકાનમાં ચેકિંગ, વેપારીમાં રોષ
ભાવનગર: પ્લાસ્ટિકની ચિજોના વહેંચાણને પગલે મનપાની ટીમ મુખ્ય બજારમાં ચેકિંગમાં નિકળી હતી. વોરા બજારથી લઈને દાણાપીઠ અને આંબાચોક વિસ્તારમાં તપાસએ નીકળતા વેપારીમાં રોષ ફેલાઈ ગયો હતો. મનપાના સોલિડ વેસ્ટ વિભાગ હેઠળ ચાલતી કામગીરીનો વિરોધ વેપારીએ દુકાનો બંધ કરીને કર્યો હતો. દુકાનો એક પછી એક તરત બંધ થવા લાગી હતી. પ્લાસ્ટિક ચીજ સંપૂર્ણ પ્રતિબંધના હોઈ અને લોકો હજૂ પણ ઉપયોગ કરતા હોવાથી મનપા ચેકિંગમાં નીકળ્યું હતું.