મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ત્રણ પોલીસ જવાનનું સન્માન કરાયું
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લા પોલીસ કર્મચારીઓએ ઉત્કૃષ્ટ સેવા આપીને જિલ્લા પોલીસનું રાજ્ય અને નેશનલ લેવલે ગૌરવ વધાર્યુ છે. તે બદલ મોરબી જિલ્લાના ત્રણ પોલીસ કર્મચારીનું એસ.પી.ના હસ્તે સન્માન કરાયું છે. અગાઉ પણ મોરબી જિલ્લા પોલીસના સાતથી આઠ કર્મચારીઓએ ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પદક મેળવ્યો હતો. આ સિલસિલો યથાવત રાખીને એસી.પી. કચેરીમાં પીએ તરીકે ફરજ બજાવતા રણજિતભાઈ ગઢવીને ભારત સરકાર તરફથી ઉત્કૃષ્ઠ સેવા પદક મેળવ્યો છે. તેમજ ટંકારાના કલ્યાણપુર ગામે પુર વખતે જીવના જોખમે બાળકોને બચાવી લેનાર લોકરક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાને જીવન રક્ષક પદક એનાયત કરાયો છે. આ ઉપરાંત મોરબી A ડિવિઝનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ગિરનાર ખાતે સતત ત્રણ વર્ષ સુધી આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચેમિયનશિપ મેળવી અને ડી.જી.પી.એથ્લેટીક્સ કપમાં પણ વિજેતા બનીને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારનાર કર્મીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.