દાહોદમાં ખેડૂતે પર દિપડાએ કર્યો હુમલો, વનવિભાગે તપાસ હાથ ધરી - વનવિભાગ
🎬 Watch Now: Feature Video
દાહોદઃ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે એક માસ દરમિયાન ત્રણ જેટલા વિવિધ દીપડાના હુમલામાં લોકો ઘાયલ થયા છે. 23 માર્ચના રોજ પણ એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યાર પછી રેસ્ક્યુ કરતા વનકર્મીની ઉપર હુમલો કરી દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. ચારે પંથકમાં દીપડાને લઇ ફફડાટ ફેલાયો છે. ત્યારે 28 માર્ચના રોજ મોટીઝરી ગામે પટેલ ફળિયામાં રહેતા ચંદુભાઈ મનુભાઈ પટેલ તેમના ઘરની નજીકમાં આવેલા ખેતરમાં વહેલી સવારે તેમના પુત્ર તેમ જ તેમની પુત્રવધુ સાથે ખેતરમાં ઘઉંની કાપણી કરવા ગયા હતા, ત્યારે 10 વાગ્યાના અરસામાં ત્રણેય જણ ખેતરમાં કામ કરતા હતા. ત્યારે જંગલ તરફથી આવેલા દીપડાએ અચાનક હુમલો કરતા શરીર ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે આ ત્રણે જણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવેલા અને તે વખતે આ ત્રણેય જણે દીપડાના હુમલાથી બચવા માટે તેનો પ્રતિકાર કરતા દીપડાને પણ ગંભીર ઇજાઓ થતા દિપડાનું ઘટના સ્થળ પર મોત થયું હતું. ત્યારે ખેતરમાં કામ કરતા ત્રણને દીપડાના હુમલામાં ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે દેવગઢ બારીયા સરકારી દવાખાનામાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે દીપડાનો મરણ થયું હોવાની જાણ થતાં વનવિભાગના એ.સી.એફ પુવાર આર.એફ.ઓ પુરોહિત તેમજ સાગટાળા અને ધાનપુર રેન્જનો આર.એફ.ઓ સહિતનો સ્ટાફ દોડી આવેલ અને મરણ થયેલ દીપડાની તપાસ હાથ ધરી દીપડાને પીએમ અર્થે મોકલી આપી દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય ગ્રામજનોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.