અમદાવાદ : શાકની લારી ઉભી રાખવા નહીં દેતા તલવાર લઈને આવેલા ઈસમોએ ઝપાઝપી કરી - ઉત્તર ગુજરાત
🎬 Watch Now: Feature Video

અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ઉત્તર ગુજરાત સોસાયટીના નાકે શાકભાજીની લારી લઈને વ્યક્તિ ઉભો હતો. જેથી સોસાયટીના રહીશોએ કોરોના વાઇરસના કારણે શાકની લારી નડતરરૂપ હોવાથી દૂર ઉભા રહેવા કહ્યું હતું. જેથી શાકભાજીની લારીવાળાએ આ મામલે અદાવત રાખીને તેના ભાઈને જણાવ્યું અને શાકભાજીની લારીવાળાનો ભાઈ કેટલાક ઇસમોને લઈને આવ્યો હતો. જેમાંથી એક ઇસમ તલવાર લઈને આવ્યો હતો અને સોસાયટીના રહીશો સાથે ઝપાઝપી કરી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જેમાં તલવાર લઈને આવેલો ઇસમ CCTV કેમેરામાં કેદ થયો છે.