વિસનગરમાં આત્મહત્યા કરવા શખ્સ વીજપોલ પર ચડ્યો, તંત્રએ બચાવ્યો જીવ - વિસનગરમાં વિજપોલ પર આપઘાત
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લાના વિસનગર ખાતે એમ.એન કોલેજ રોડ પર આવેલી વસુંધરા સોસાયટી નજીક એક વિજપોલ પર કોઈ અજાણ્યો શખ્સ આપઘાત કરવા ઉપર ચડ્યો હતો. જે રસ્તા પરથી પસાર થતાં લોકોને નજરે પડતા સ્થાનિકોએ વિજતંત્રને જાણ કરી વીજપુરવઠો બંધ કરાયો હતો. જેથી મોટી દુર્ઘના ટળી હતી. શખ્સ વિજપોલ પરથી નીચે ઉતરવાનું નામ ન લેતા અંતે પોલીસ બોલાવાન ફરજ પડી હતી. વિસનગર નગરપાલિકાની રેસ્ક્યુ ટીમે જહેમત ઉઠાવી બકેટ ક્રેનની મદદથી વિજપોલ પર ચડેલા શખ્સને નીચે ઉતારી પોલીસ હવાલે કર્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટના જોનારા લોકોના મતે વિજપોલ પર ચડનારો આ વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.