મહાનગરપાલિકાના દબાણ ખાતા અને પાથરણાવાળાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ - The video of the blow went viral on social media
🎬 Watch Now: Feature Video
સુરત: મહાનગરપાલિકાના દબાણ ખાતા અને પાથરણાવાળાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. છુટ્ટાહાથની મારામારીનો વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સુરતના કતારગામ સ્થિત સિંગણપોર ખાતે આવેલ હરિ દર્શન વિસ્તારનો હોવાનું અનુમાન છે. તેમજ દબાણ ઉચકવા આવેલ પાલિકા અને પાથરણાવાળાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો કેદ થયા હતા. આ વીડિયોમાં એક માણસને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હોવાનું વીડિયોમાં ફલિત થાય છે. વીડિયો સુરત પોલીસ અને પાલિકા કમિશ્નર માટે તપાસનો વિષય બની ગયો હતો.