વિજાપુરમાં 8 વર્ષ જૂના અકસ્માત કેસનો ચુકાદો આજે આવ્યો - હર્ષદ બારોટ
🎬 Watch Now: Feature Video

મહેસાણા: જિલ્લાના વિજાપુર કોર્ટમાં રવિવારે ચોંકાવનારો ચુકાદો સામે આવ્યો છે. જેમાં 8 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાના રણછોડપુરા રોડ પર સર્જાયેલા 2 બાઇકના અકસ્માતમાં તપાસ કરનારા પોલીસ કર્મી હર્ષદ બારોટે ખોટી રીતે નિર્દોષ વ્યક્તિને આરોપી બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી વિજાપુર કોર્ટે આ કેસમાં તમામ પુરાવા અને વકીલોની દલીલો જોતા કાયદાકીય રીતે ઘટનાના કથિત આરોપીને નોર્દોષ છોડી પોલીસ કર્મી હર્ષદ બારોટને 1000 રૂપિયા નિર્દોષ વ્યક્તિને ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે જિલ્લા પોલીસ વડાને આ બનાવની તપાસ કરનારા પોલીસ કર્મી હર્ષદ બારોટ સામે ખાતાકીય તપાસ કરવા માટે આદેશ કર્યો છે.