અહીં તડકેશ્વર મંદિરમાં શિવલિંગ વર્ષમાં ત્રણ વખત બદલે છે રંગ... - નિંદ્રાહીન અવસ્થાનું શિવલિંગ
🎬 Watch Now: Feature Video
વલસાડ: જિલ્લાના અબ્રામા ખાતે આવેલું તડકેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં નિંદ્રાહીન અવસ્થાનું શિવલિંગ અહીં બિરાજમાન છે. મંદિરનો ઘુમ્મટ ઉપરથી ખુલ્લો છે, જેથી કરીને ભગવાન શિવજીને સૂર્યનારાયણનો તડકો સીધો જ તેમની ઉપર મળી શકે. શિવલિંગની એક ખાસિયત છે કે. વર્ષમાં આ શિવલિંગ ત્રણ વાર પોતાનો રંગ બદલે છે. રોજ સવાર-સાંજ આરતીમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે.