મુંબઈ: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનને મુંબઈની ડીવાય પાટીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એન્જિનિયરિંગની ડિગ્રી આપવામાં આવી હતી. કોર્સમાં દાખલ થયાના એક દશકથી પણ વધારે સમય પછી તેને આ ડિગ્રી મળી હતી. શનિવારના રોજ એક્ટરે સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમને કેટલાક દૃશ્યોને શેર કર્યો હતો. જ્યાં તે વિદ્યાર્થીઓ સાથે ડાંસ કરતા અને પોતાના કોલેજના દિવસો યાદ કરતો જોવા મળ્યો હતો.
10 વર્ષ પછી મળી ડિગ્રી
પોતાના નામની કસ્ટમાઈઝ્ડ કોલેજ જર્સી પહેરીને એક્ટરે ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં સ્ટુડન્ટ્સની ભીડ સાથે વાત કરી હતી. ત્યારબાદ તેણે 'ભૂલ ભુલૈયા 3'ના ટાઈટલ પર ડાન્સ કરીને ઓડિટોરિયમમાં એનર્જી ફેલાવી હતી. તે પૂરો કેમ્પસ ફર્યો પોતાના પ્રોફેસરને મળ્યો અને સ્ટુડન્ટ્સને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. વિડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, છેલ્લી બેંચ પર બેસવાથી લઈને મારા દીક્ષાંત સમારોહ માટે મંચ પર ઉભા રહેવા સુધી- કેવો સફર રહ્યો છે. ડીવાય પાટીલ યુનિવર્સિટી, તમે મને યાદો, સપના અને હવે મારી ડિગ્રી સૌપીં છે. (ફક્ત 1 દશકથી વધારે સમય લાગ્યો) આભાર, વિજય પાટિલ સર મારા સર્વશ્રેષ્ઠ પ્રોફેસર અને અહીના યુવાનો સપના જોનારાને આટલો બધો પ્રેમ આપવા માટે, અહીં ઘર આવવા જેવું લાગે છે'
કાર્તિકનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કાર્તિક આર્યન તાજેતરમાં તેની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3' ની સફળતાનો આનંદ માણ્યો હતો. તેની આગામી ફિલ્મ કરણ જોહરની 'તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી' છે. ફિલ્મનો ટાઈટલ વીડિયો શેર કરતી વખતે કાર્તિકે કેપ્શનમાં લખ્યું છે, તારા માટે આવી રહ્યું છે રુમી. મમ્મીની ખાધેલી કસમ, આ મમ્મા બોય પૂર્ણ કરીને રહેશે. પોતાના પસંદગીની શૈલી રોમ કોમમાં પાછા ફરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 'તુ મેરી મેં તેરા, મૈં તેરા તુ મેરી' 2026 માં થિયેટરોમાં હિટ થનારી સૌથી મોટી લવ સ્ટોરી છે. તેની પાસે અનુરાગ બાસુની એક રોમેન્ટિક ફિલ્મ પણ છે.
આ પણ વાંચો: