કચ્છ: સરહદી જીલ્લા કચ્છમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આમ, માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઉપરાંત આ વખતે કચ્છના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખ પાસેથી 32.47 લાખની કિંમતનો 32.47 ગ્રામ કોકેઇન કબજે કર્યો છે.
પંજાબના શખ્સ પાસેથી 32.47 લાખનું કોકેઇન મળી આવ્યું: જિલ્લામાં કેફી અને માકદ પદાર્થોના સેવન અને હેરફેરની પ્રવૃત્તિઓને નાબુદ તેમજ રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તમામ સુરક્ષા એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા NDPSની પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
![ઘણી વાર પંજાબના તરનતારનમાંથી કચ્છ આવે છે ડ્રગ્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-kutch-07-drugs-photo-story-7209751_12012025142636_1201f_1736672196_1009.jpg)
આરોપી વિરૂદ્ધ NDPS એકટ હેઠળ કાર્યવાહી: પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ મુન્દ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગત રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહીતગીરી મગનગીરી ગુંસાઈને બાતમી મળી હતી. આઅ બાતમીના આધારે મુન્દ્રા ટાઉનમાં દેવાંગ ટાઉનશીપ, શ્રીજીનગર મુંદરા ખાતે રેડ કરી ગેરકાયદેસર માદક પદાર્થ કોકેઇનના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે આરોપી વિરૂદ્ધ NDPS એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![આરોપી કુલદિપસિંગ સવિન્દ્રસિંગ મજબી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-kutch-07-drugs-photo-story-7209751_12012025142636_1201f_1736672196_765.jpg)
મળતી માહિતી અનુસાર જણાવ મળે છે કે, પકડાયેલ આરોપી પંજાબના તરનતારનનો 39 વર્ષીય રહેવાસી કુલદિપસિંગ સવિન્દ્રસિંગ મજબી(શીખ) છે. પોલીસે તેના પાસેથી કુલ 32.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:
- કોકેઇન 32.47 ગ્રામ જેની કિંમત રૂપિયા 32.47 લાખ
- ભારતીય ચલણ રોકડ રકમ કુલ રૂપિયા 5600
- મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000
- ટેબ્લેટ રૂપિયા 25,000
ઘણી વાર પંજાબના તરનતારનમાંથી કચ્છ આવે છે ડ્રગ્સ:
![પંજાબના શખ્સ પાસેથી 32.47 લાખનું કોકેઇન મળી આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-kutch-07-drugs-photo-story-7209751_12012025142636_1201f_1736672196_812.jpg)
છેલ્લાં કેટલાક સમયથી પંજાબના તરનતારન વિસ્તારમાંથી અનેકવાર ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે. ઉપરાંત કચ્છમાં પંજાબના લોકો પાસેથી જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે પોલીસે પણ આ દિશામાં તપાસ વધારી છે. આમ, કોણ ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે ? કચ્છમાં આઅ સામાન લાવી કોણ વેંચાણ કરી રહ્યું છે? તે દિશામાં પણ વધુ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: