સુરત: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર કડક પ્રતિબંધો મૂક્યા છે. જેની સીધી અસર સુરતના હજારો વેપારીઓ અને નોકરિયાતો પર પડી છે. 13 ફેબ્રુઆરી 2025થી અમલી બનેલા આ પ્રતિબંધો 6 મહિના સુધી જારી રહેશે. RBIના આદેશ મુજબ, બેંક નવી લોન કે થાપણ સ્વીકારી શકશે નહીં અને ગ્રાહકો તેમના જમા નાણાં ઉપાડી શકશે નહીં.
બેન્કની કામગીરી અટકી ગઈ: સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા માર્કેટમાં બેંકની શાખા ધરાવે છે. જ્યાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓના એકાઉન્ટ છે. પ્રતિબંધોને કારણે વેપારીઓના ચેક ક્લિયરન્સ અટકી ગયા છે અને રોજિંદા વ્યવહારો ખોરવાયા છે. ટેક્સટાઇલ ઉદ્યોગના હજારો કર્મચારીઓના પગાર આ બેંક મારફતે થતા હોવાથી, તેમની આવક પર પણ અસર પડી છે. ઘણા કર્મચારીઓની હોમલોન અને પર્સનલ લોનની EMI પણ આ બેંક દ્વારા પ્રોસેસ થતી હતી, જે હવે અટકી ગઈ છે.
![RBIએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/gj-surat-rural02-rbi-gj10065_14022025190411_1402f_1739540051_167.jpg)
બેન્ક બહાર ગ્રાહકોની કતાર: બેંકની બહાર સવારથી જ ચિંતિત ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. બેંક કર્મચારીઓ પણ પરિસ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી આપી શકતા નથી. સુરક્ષાની દૃષ્ટિએ બેંકની બહાર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને જીવનભરની બચત આ બેંકમાં ધરાવતા ગ્રાહકો વધુ ચિંતિત છે, કારણ કે, તેમની મહેનતની કમાણી હાલ બેંકમાં અટવાઈ ગઈ છે.
આ પણ વાંચો: