સુરત: શહેરમાં એક પિતાએ પોતાની 14 વર્ષીય સગીર દીકરી પર એક મહિના સુધી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટનામાં પીડિતાની માતા અને ભાઈ રોજ કામ પર જતા હોવાથી, આરોપી પિતા ઘરમાં એકલતાનો દુરુપયોગ કરી પોતાની જ દીકરી સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય આચરતો હતો.
માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિતાએ હિંમત કરીને આ અંગે તેની માતાને જાણ કરી હતી, જેના આધારે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક દિવસ બપોરે માતાએ પતિને રંગેહાથ પકડી પાડ્યો હતો. જેના પગલે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
કોર્ટે આરોપીને આજીવન કેદ ફટકારી: કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આરોપીએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતું અત્યંત ગંભીર કૃત્ય આચર્યું છે. જે સમાજ માટે ઉદાહરણરૂપ કડક સજાને પાત્ર છે. સરકારી વકીલ એપીપી પાટીલની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિત સગીરાને રૂ. 7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
આ પણ વાંચો: