ETV Bharat / bharat

સરકારનું આ પગલું ખેતીમાં લાવશે ક્રાંતિ, જાણો વાવણીનો યોગ્ય સમય કેવી રીતે જાણી શકાય... - WEATHER ADVISORY UNITS FOR FARMERS

જિલ્લા કૃષિ હવામાન એકમ (DAMU) ખેડૂતોને આબોહવા પરિવર્તનની અસરોથી પોતાને બચાવવામાં મદદ કરે છે અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડે છે.

સરકારનું આ પગલું ખેતીમાં લાવશે ક્રાંતિ
સરકારનું આ પગલું ખેતીમાં લાવશે ક્રાંતિ (getty images)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 2:01 PM IST

હૈદરાબાદ: ભારત સરકારે જિલ્લા કૃષિ હવામાન એકમો (District Agro-Meteorology Unit) ને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. આ એકમો અગાઉ એડ-હોક ધોરણે કામ કરતા હતા અને નીતિ આયોગની ભલામણોને પગલે ગયા વર્ષે તેમને બંધ કરવામાં આવ્યા હતા. જો કે, હવે સરકાર ખેડૂતો માટે આઅ એકમના મહત્વને ઓળખીને તેમને કાયમી માળખામાં સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.

DAMU ખેડૂતો માટે વરદાન છે: બ્લોક સ્તરે ખેડૂતોને હવામાન સલાહ આપવા માટે DAMU મહત્વપૂર્ણ છે. તે ગ્રામીણ કૃષિ હવામાન સેવા સાથે નજીકથી કામ કરે છે અને વિવિધ કૃષિ-આબોહવા ઝોનમાં ખેડૂતોને સચોટ સલાહ આપે છે. આનાથી ખેડૂતોને કયા પાકની વાવણી કરવી, ક્યારે સિંચાઈ કરવી અને ક્યારે ખાતર આપવું તે નક્કી કરવામાં મદદ મળે છે. આ માહિતી ખેડૂતોને પાકની ઉપજ વધારવા અને આબોહવા સંબંધિત નુકસાન ઘટાડવામાં મદદ કરે છે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે PMOને પત્ર લખ્યો છે: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, સરકાર કૃષિને મહત્વપૂર્ણ હવામાન સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત માળખાની જરૂરિયાતને સમજી રહી છે. પરિણામે સરકારે DAMU ને પુનઃજીવિત કરવાને પ્રાથમિકતા આપી છે.

એક સત્તાવાર સૂત્રએ પણ પુષ્ટિ કરી છે કે, મંત્રાલયે વડા પ્રધાન કાર્યાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

સરકાર દ્વારા DAMU ના પુનઃજીવિત થવાથી ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોનું કહેવું છે કે, DAMU તેમને હવામાનની સચોટ માહિતી આપીને મોટી મદદ કરી શકે છે. ઉપરાંત તેમને તેમના પાકનું રક્ષણ કરવામાં અને નુકસાન ઘટાડવામાં પણ મદદ કરશે.

તમને જણાવી દઈએ કે, DAMU ની સ્થાપના કાયમી અને કોન્ટ્રાક્ટ બંને સ્ટાફ સાથે કરવામાં આવશે. આ અસ્થાયી કર્મચારીઓ સાથે સંકળાયેલ ભૂતકાળની ગુણવત્તા સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે.

આ પણ વાંચો:

  1. અંબાલાલની આ વાતે ઉનાળા પહેલા જ માહોલ ગરમ કરી નાખ્યોઃ ઉત્તરાયણ પછી તાપમાન હાઈ
  2. કચ્છમાં શીત લહેર! અબડાસામાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.