ETV Bharat / state

હવે ભૂજથી માત્ર 90 મિનિટમાં દિલ્હી પહોંચી જશો, કચ્છવાસીઓને અમદાવાદનો ધક્કો નહીં ખાવો પડે - BHUJ DELHI FLIGHT

ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી વિમાની સેવા શરૂ થશે. આ ફ્લાઈટનું ભાડું કેટલું હશે?

એર ઈન્ડિયાના વિમાનની તસવીર
એર ઈન્ડિયાના વિમાનની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 3:34 PM IST

કચ્છ: કચ્છના પ્રવાસન ક્ષેત્ર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી વિમાની સેવા શરૂ થશે. તો કચ્છી NRI લોકો માટે આ સુવિધા અત્યંત ઉપયોગી બની રહેશે. ભુજ-દિલ્હી વિમાની સેવા માટે કચ્છના સાંસદ સહિત વિવિધ સંસ્થાઓની વારંવારની રજુઆતને પગલે સેવા મળી છે.

1 ફેબ્રુઆરીથી દિલ્હી એરપોર્ટમાં સ્લોટની મંજૂરી
છેલ્લાં અનેક વર્ષોથી ભુજ-દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાને લઇને કચ્છના લોકો માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે મંજૂરી મળતાં ભુજ-દિલ્હી વચ્ચે નવી ફલાઇટ શરૂ થશે. આ નવી ફ્લાઇટ ભુજથી દિલ્હીનો પ્રવાસ કરતા મુસાફરો, કચ્છી એન.આર.આઇ. તો ખાસ કરીને આફ્રિકામાં રહેતા કચ્છીઓ માટે અત્યંત લાભકારી બની રહેશે.

પ્રવાસીઓને ભુજ- દિલ્હી વચ્ચેની કનેકટીવીટીનો લાભ મળશે
જે રીતે ગત વર્ષે ભુજ-મુંબઇ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, તે જ રીતે હવે મુસાફરોને ભુજથી દિલ્હી અને દિલ્હીથી ભુજની ફલાઈટના કારણે લાભ પણ થશે અને સમય પણ બચશે. કચ્છથી વિદેશ જતા-આવતા લોકોને ભુજ-દિલ્હી વચ્ચેની આ કનેક્ટિવિટીનો લાભ મળશે. કચ્છથી ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર તરફ ફરવા જતા પ્રવાસીઓને પણ આ ફ્લાઇટ ઉપયોગી થશે.

ભૂજના એરપોર્ટની તસવીર
ભૂજના એરપોર્ટની તસવીર (ETV Bharat Gujarat)

1લી ફેબ્રુઆરીથી ભુજ-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ થશે શરૂ
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ ભુજ અને દિલ્હી વચ્ચે એર કનેક્ટિવિટી મળે તે માટે પોતાની સાંસદ તરીકેની બીજી ટર્મમાં પણ રજૂઆતો કરી હતી અને આ વર્ષે ફરી ત્રીજી ટર્મમાં પણ તેમણે ઉડ્ડયન મંત્રીને મળીને લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. તો વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી એરલાઇન્સ કંપનીઓ સાથે પણ પત્રવ્યવહાર કર્યા હતા. ત્યારે હવે દિલ્હી એરપોર્ટ પર સ્લોટની ફાળવણી થતાં 1લી ફેબ્રુઆરીથી ભુજ-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.

ભુજથી દિલ્હી ફલાઈટનો સમય
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેમ્બરો, ધારાસભ્યો, ચેમ્બર ઓફ કોમર્સની સમયાંતરે રજૂઆતોને પગલે આ વખતે અંતે ફ્લાઇટ મળી છે જેનો આનંદ સમગ્ર કચ્છને છે. ભુજ-દિલ્હી ફલાઈટના સમયની વાત કરવામાં આવે તો દિલ્હી એરપોર્ટથી બપોરે 3 વાગ્યે ઉપડી ભુજ એરપોર્ટ ખાતે 4.30 વાગ્યે આવશે અને ભુજ એરપોર્ટ સાંજે 5.30 વાગ્યે ઉપડી 7 વાગ્યે સાંજે દિલ્હી એરપોર્ટ પહોંચશે.

એર ઇન્ડિયાના પ્લાનિંગ હેડને રજૂઆત કરાઇ હતી
આ ઉપરાંત આગામી સમયમાં ભુજથી નવા નવા ક્ષેત્રો માટેની ફ્લાઇટ શરૂ થાય અને તેનો લાભ આગામી સમયમાં પ્રવાસીઓને મળે તેવા પ્રયત્નો તેમજ ભુજના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા મળે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભુજ અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ થાય તે બાબતે એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે સતત બેઠકો કરવા છતાં સફળતા ન મળતાં એર ઇન્ડિયાના પ્લાનિંગ હેડ નિપુણ અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી.

હાલમાં 9000 આસપાસ ટિકિટ
1લી ફેબ્રુઆરીથી ભુજ-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જેની એક તરફની ટિકિટ હાલ રૂા. 8750 બતાવવામાં આવી રહી છે. હાલ 180થી 160ની સીટની ક્ષમતાવાળી ઇકોનોમી ક્લાસની ટિકિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છમાં હાલમાં 4 માસ રણોત્સવ હતો અને પ્રવાસનની સિઝન હોવાથી ફલાઈટના ભાવ 9000 આસપાસ છે, પરંતુ ઓફ સિઝનમાં આ ભાવ 5500 સુધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ડાયરેક્ટ ફ્લાઇટ મળતા અમદાવાદ-કચ્છ વચ્ચેની મુસાફરી લોકોની બચશે
ભુજ-દિલ્હી વચ્ચે શરૂ થનારી એર ઇન્ડિયાની ફલાઇટના કારણે અમદાવાદથી કચ્છનો ફેરો બચશે. કારણ કે અગાઉ મુસાફરો દિલ્હીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરવા દિલ્હી-અમદાવાદની ફ્લાઇટમાં મુસાફરી કરવી પડતી હતી. જ્યારે હવે ભુજથી દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ મળતા અમદાવાદ-કચ્છ વચ્ચેની મુસાફરી લોકોની બચશે અને સમય પણ બચશે.

આ પણ વાંચો:

  1. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કચ્છમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા કર્યો આપઘાત, પરિવાર આઘાતમાં...
  2. ખેડાના ગામનો વિચિત્ર બનાવ! ખાતેદારોના એકાઉન્ટ ધડાધડ ખાલી થઈ રહ્યા છે, બેંકે શું જવાબ આપ્યો?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.