પોલીસ વિભાગ ડોગ સ્કોર્ડને મજબૂત કરશે, 32 જેટલા ડોગ ખરીદવામાં આવશે
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: દેશ અને રાજ્યની સુરક્ષા માટે પોલીસ દળ સાથે ડોગ સ્કોર્ડ પણ એક મહત્વની જવાબદારી અદા કરે છે. જેમાં ગુજરાત પોલીસે હવે સુરક્ષા વધુ મજબૂત અને સઘન કરવા માટે ડોગ સ્કોર્ડને મજબૂત કરશે. જેમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કુલ 32 જેટલા ડોગની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રજાતિના ડોગ ખરીદવામાં આવશે. આ બાબતે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા એક જાહેરાત પણ બહાર પાડવામાં આવી છે. જે પ્રમાણે ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ડોગ સ્કોડના 32 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્ય પોલીસ દ્વારા મુકાયેલી શરત પ્રમાણે ડોગની ઉંમર 2.5 વર્ષથી લઈને પાંચ માસ સુધીની હોવી ફરજીયાત છે. જ્યારે પોલીસ દળમાં સામેલ કરવામાં આવતા ડોગ 4 બેલ્જિયમ શેફર્ડ, જ્યારે બાકીના 28 જેટલા લેબ્રાંડ, જર્મન શેફર્ડ, ડોબરમેન અને બેગલ નામની પ્રજાતિના ડોગનો સમાવેશ કરવામાં આવશે. આમ રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રક્રિયા પણ પૂર્ણ કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે VVIP, PM, CM અને અન્ય મોટા કાર્યક્રમોમાં ડોગ સ્કોર્ડ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. હવે ડોગ સ્કોર્ડની તાકાત વધારવા માટે વધુ 32 જેટલા ડોગની ખરીદી કરવામાં આવશે.