જૂનાગઢ આપધાત મામલો: માલધારી સમાજનું આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા - સિવિલ હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: LRD પરીક્ષા મુદ્દે માલધારી સમાજ દ્વારા જે પ્રકારે આંદોલન કરવામાં આવી રહ્યું છે. તે આંદોલન ધીરે ધીરે ઉગ્ર બનતુ જાય છે. સમગ્ર ગુજરાતના માલધારી સમાજના લોકો તેમા જોડાઇ રહ્યા છે. માલધારી સમાજના દરેક વર્ગના લોકો હોસ્પિટલ ખાતે પહોંચીને તેની માગ રાજ્ય સરકાર સ્વીકારે તે પ્રકારે આંદોલન હજુ પણ યથાવત રાખ્યું છે. આ આંદોલન ધીરે ધીરે વેગવંતુ બની રહ્યું હોય તેમ હાજારો કાર્યકરો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઇ રહ્યાં છે.