જામનગરની બજારમાં હજૂ મંદીનો માહોલ, કોરોના સમયમાં લોકોની ખરીદ શક્તિ ઘટી - જામનગરની બજારમાં હજૂ મંદીનો માહોલ
🎬 Watch Now: Feature Video
વિશ્વભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો, અનેક દેશો કોરોનાથી પ્રભાવિત થયા છે, જો કે સોથી વધુ અસર કોરોના સમયમાં વેપાર રોજગાર પર પડી છે. ખાસ કરીને ગ્રાહકોની ખરીદ શકિતમાં ઘટાડો થયો છે. જેના કારણે બજારમાં ખરીદારી થતી નથી. જામનગરની બજારમાં પણ કોરોના ઇફેક્ટ હજુ જોવા મળી રહી છે. ખાસ કરીને મેઇન બજારમાં છેલ્લા ઘણા સમયથી લોકોની ભીડ થતી નથી, તો હવે લોકો વધુ પડતી ખરીદી ઓનલાઇન કરી રહ્યા છે. જે ગ્રાહક બે હજારની ખરીદી તહેવાર પર કરતો હતો, તે હવે માત્ર આઠસો રૂપિયાની ખરીદી કરી રહ્યો છે. જામનગરમાં વેપારી એસો.ના પ્રમુખ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે મોટા ભાગના વેપારીઓ કોરોના સમયમાં પાયમાલ થયા છે. લોકો હવે ભીડમાં જતાં ડરી રહ્યા છે અને ગ્રાહકો પણ હવે વસ્તુની ખરીદી કરી રહ્યા છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોએ વિવિધ તહેવાર ઉજવ્યા છે, પણ લોકોની ખરીદ શકિત ઘટતા (purchasing power declining during the Corona period) વેપારીઓ પણ મંદીનો સામનો કરી રહ્યા છે.