લોકરક્ષક ભરતીમાં મહિલા ઉમેદવારો સાથે થયો અન્યાય: વીર માંધાતા કોળી સંગઠન - વીર માંધાતા કોળી સંગઠન
🎬 Watch Now: Feature Video

ભાવનગર: વીર માંધાતા કોળી સંગઠન દ્વારા લોકરક્ષક ભરતીના મહિલા ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંગઠને જણાવ્યું હતું કે, લોકરક્ષક 2018નું મેરીટ લિસ્ટ 1 ડિસેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનામત કેટેગરીની (SEBC-SC-ST) વધુ ગુણ ધરાવતી મહિલાઓનું મેરીટ બીન-અનામત જેટલું જોવા મળે છે, છતાં અનામત કેટેગરીની મહિલાઓને બિન અનામત કેટેગરીમાં સામેલ કરવામાં આવી નથી. જેથી વધુ ગુણ ધરાવનારી અનામત વર્ગની મહિલાઓને બિન અનામત વર્ગમાં સમાવવામાં આવે અને ફરીથી નવું મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવે તેમ જણાવ્યું હતું.