પગપાળા નીકળેલા મજૂરો મોરબી પહોંચ્યા, તંત્ર દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ - મધ્ય પ્રદેશ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ ચારે તરફ મજૂરો પોતાના વતન જવા ચાલતા યાત્રા કરી રહ્યા છે. તેઓ પોતાના વતન રાજસ્થાન, મધ્ય પ્રદેશ જવાનો મક્કમ નિર્ણય લીધો છે. તેમને મહામુસીબતે સમજાવી રોકવામાં આવી રહ્યા છે. રાત્રીના રાજકોટ અને જામનગર તરફથી મોટી સંખ્યામાં મજૂરો મોરબી આવી પહોંચ્યા હતા. તંત્રને આ વાતની જાણ થતા ડેપ્યુટી કલેક્ટર શિવરાજસિંહ ખાચર, મામલતદાર ડી. જે. જાડેજા, મામલતદાર જી. એચ. રૂપાપરા અને પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તેઓએ તમામ મજૂરોને શનાળા બાયપાસ નજીક આવેલા મોર્ડન હોલમાં આશ્રય આપ્યો હતો. તમામ મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરી આરોગ્ય ટીમની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.