પોરબંદર: હાલ ગુજરાતમાં BZ કંપની દ્વારા ચલાવવામાં આવેલી બચત સ્કીમનો પર્દાફાશ થયો છે અને અંદાજિત 6000 કરોડની છેતરપીંડીનો આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ત્યારે પોરબંદરમાં પણ જલારામ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીના નામે બચત સ્કીમ ચલાવી લોકોને વધુ વ્યાજ દરની લાલચ આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સરકારી મંડળીમાં બચતના નામે લોકોના પૈસા પડાવ્યા
આ બાબતે DySP વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે, પોરબંદરના જયેશ વરવાડીયાએ કમલાબાગ પોલીસ મથકે બંટી બબલીની જેમ સ્કીમ આપી લોકોને છેતરનાર સંજય દાવડા તેની પત્ની સપના દાવડા અને પુત્ર મનન દાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, ગત 1 જાન્યુઆરી 2015થી 4 ઓક્ટોબર 2024 સુધીમાં પોરબંદર વાડી પ્લોટ શાક માર્કેટની શોપ નં.10માં આવેલી એક દુકાનમાં જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. નામની સહકારી મંડળી ચાલી રહી છે. જેના આશરે 650 જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી હતી. થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે રોકડ રકમ મેળવી સિક્યોરિટી તરીકે રસીદ/ચેક આપી તથા દૈનિક બચતદારોને પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ ઉધારી, દૈનિક બચતદારો પાસેથી બચત તરીકેની રકમ મેળવી લીધી હતી.
6 કરોડના કૌભાંડનો આરોપ
આ અંદાજિત 6 કરોડ જેટલી રકમ જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લિ.ના યુનિયન બેંક ઓફ ઈન્ડીયા પોરબંદરના બેંક ખાતામાં જમા કરાવી હતી. પાછળથી આરોપી સંજય દાવડા તથા સપના દાવડાએ મંડળીના મેજેનર તથા ડાયરેકટરના હોદાની રૂએ પોતાની સહીઓ કરી બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લીધી. આરોપી મનન લીધેલી રકમ પરત અપાવી દેવાનો અવાર-નવાર વિશ્વાસ અપાવતો. લોકો પાસેથી તેના પોતાના તથા પરિવારના સભ્યોના એમ કુલ 70 લાખ 73 હજાર તથા જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. પોરબંદરના આશરે 650 જેટલા થાપણદારો પાસેથી તપાસમાં ખુલે તેટલી રકમનું રોકાણ કરાવ્યું અને રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરી. મંડળીના મેનેજર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.
જે ગુજરાત પ્રોટેક્શન ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટની કલમ-3 તથા ધી બેનીંગ ઓફ અને રેગ્લુલેટેડ ડીપોઝીટ સ્કીમ એકટ-2016 ની કલમ- 21.23 મુજબ આ કામના આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી ગુનામાં એક બીજાને મદદગારી કર્યા બાબતે ગુન્હો નોંધાયો છે. સમગ્ર પ્રકરણમાં આરોપી મનન દાવડાને હસ્તગત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને અટકાયતના પગલાં હાથ ધરાશે તેમ DySPએ જણાવ્યું હતું.
અંદાજીત 3000 જેટલા થાપણદારો ના 6 કરોડ જેટલા રૂપિયા ફસાયા
જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી અને શક્તિ કો ઓપરેટિવ સોસાયટીના નામે સંજય દાવડા તેની પત્ની સપના દાવડા અને પુત્ર મનન દાવડાએ સામાન્યમાં સામાન્ય લોકો પાસેથી મરણ મૂડીના રૂપિયા પણ ફસાયા છે. જ્યારે આ બાબતે DySP એ લોકોને પણ આપીલ કરી હતી કે જો કોઈ લોકોની મૂડી આ સોસાયટીમાં રોકાયેલી હોય તો કમલાબાગ પોલીસનો સંપર્ક કરવો અને આ પ્રકારની લોભામણી સ્કીમમાં ફસાવવું નહી.
આ પણ વાંચો: