મોરબીમાં 'મહા' વાવાઝોડાની અસરને પગલે જગતનો તાત ચિંતામાં - મોરબી જીલ્લામાં ખેડૂતો ભારે મુશકેલી
🎬 Watch Now: Feature Video
મોરબીઃ 6 તારીખે “મહા” વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, તો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. “મહા” વાવાઝોડાની અસર મોરબી જીલ્લામાં સવારથી જોવા મળી હતી. જેમાં ટંકારા તાલુકાના સજનપર ગામે વરસાદ વરસ્યો હતો. તો વરસાદ વરસતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં. મોરબી જીલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળી જેવા પાક લેવામાં આવે છે, ત્યારે કમોસમી વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાની થઇ છે. તો હજુ વધારે વરસાદ પડે તો ખેડૂતોના હાલ બેહાલ થઇ શકે છે.