હોમ કોરોન્ટાઈલ દર્દીને તપાસ માટે જતી આરોગ્યની ટીમને વેઠવી પડે છે મુશ્કેલી
🎬 Watch Now: Feature Video
મોરબી : કોરોના સામેની જંગ લડવા માટે આરોગ્ય વિભાગ મહત્વની કામગીરી કરી રહ્યું છે. મોરબી લોકડાઉન જોવા મળ્યું રહ્યું છે, ત્યારે જે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, તે લોકોની આરોગ્ય તપાસણી માટે આરોગ્ય વિભાગની ટીમ જતી હોય છે, તો મોરબીના પછાત એરિયામાં આરોગ્ય વિભાગની ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના વિસીપરા વિસ્તારમાં આરોગ્યની ટીમ જયારે હોમ કોરોન્ટાઇન દર્દીઓની ચેકઅપ કરવા માટે જાય છે, ત્યારે આસપાસના લોકો એકઠા થઇ જોવા માટે આવે છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ થોડીવાર ઘરમાં રહ્યા બાદ ફરી ઘરની બહાર નીકળી જાય છે તો જે હોમ કોરોન્ટાઇનમાં રાખેલા વ્યક્તિને જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘરનું સરનામું પૂછવા માટે ફોન કરે છે તો ફોન પણ નથી ઉપાડતા તો એડ્રેસ પણ ખોટું આપે છે, તેથી તે વ્યક્તિને શોધવામાં આરોગ્ય ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.