અમદાવાદ : આજે 18 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. મનમાં સ્થિરતા અને નિર્ણાયકતાનો અભાવ હોવાથી આપ ઝડપથી કોઇ નિર્ણય નહીં લઇ શકો. આના પરિણામે અગત્યના કાર્યો મુલતવી રાખવા પડે. નોકરી ધંધામાં હરીફોનો સામનો કરવાની તૈયારી રાખવી. જો, થોડી વૈચારિક સ્થિરતા અને આત્મવિશ્વાસ કેળવશો તો, નવાં કાર્યની શરૂઆત કરવા પ્રેરાઓ. સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિઓ સાથે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. નાનકડો પ્રવાસ થાય. સ્ત્રી વર્ગને બોલવા પર સંયમ રાખવાની સલાહ છે. સાહિત્ય લેખન માટે અનુકૂળ દિવસ છે.
વૃષભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપે તમામ પ્રકારની દ્વિધાઓ બાજુ પર મૂકીને મનને એકાગ્ર અને સ્વસ્થ રાખવાની જરૂર છે, કારણ કે મનની અસ્થિરતાના કારણે આપ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવી દો તેવી શક્યતા છે. આજે આપે જિદ અને મમત છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ભાઇભાંડુઓ વચ્ચેના સંબંધો વધુ ઉષ્મા અને સહકારભર્યા બનશે. કલાકારો, લેખકો અને કારીગરો જેવા મૌલિક સર્જકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. આરોગ્ય સારું રહે.
મિથુન: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. તન- મનથી તાજગી અને પ્રફુલ્લિતતા અનુભવશો. ઘરમાં મિત્રો- સગાં સ્નેહીઓના આગમનથી ખુશાલીભર્યું વાતાવરણ રહે. ભાવતાં ભોજન મળવાના અને સુંદર વસ્ત્ર પરિધાનના યોગ છે. આર્થિક લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો- સગાં સંબંધીઓ તરફથી ભેટ- ઉપહાર મળે. દાંપત્યજીવનમાં સુખશાંતિ અને નિકટતા અનુભવાય. આપને નકારાત્મક વિચારો મન પર હાવિ ન થવા દેવાની સલાહ છે.
કર્ક: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપના કુટુંબમાં લોકો સાથે મતભેદ ટાળવા માટે બાંધછોડની નીતિ રાખી શકો છો તેમજ કામકાજમાં સહકાર અને વર્તનમાં આત્મીયતા વધારશો તો વધુ ફાયદો થશે. મુંઝવણને કારણે મહત્વના નિર્ણયો હમણાં ના લઈ શકો તો બીજાનું માર્ગદર્શન લેવું. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ ટાળવાની સલાહ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નહી રહો તો સ્વાસ્થ્ય કથળશે. કાનૂની બાબતોમાં સાવચેત બનીને આગળ વધવું પડશે. આપની પ્રતિષ્ઠાને કલંક લાગે અથવા આર્થિક હાનિ થાય તેવા કોઈપણ કાર્યથી અત્યારે દૂર રહેવામાં તમારી ભલાઈ છે.
સિંહ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપના વેપાર ધંધામાં આજે લાભ થશે અને આવક વધશે. સારું ભોજન ગ્રહણ કરશો અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ થઇ શકશે. પુત્રને મળવાનું થાય. વડીલો આપને સાથ આપશે. સારા પ્રસંગો યોજાય. સ્ત્રીઓ તરફથી સુખ અનુભવાશે. નવી વસ્તુ ખરીદવા માંગતા હોવ તો સમય યોગ્ય છે.
કન્યા: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપ નવા કાર્યોની યોજનાને અમલમાં મુકી શકશો. વેપાર અને નોકરી કરતા લોકો આજના દિવસે લાભ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના પર કૃપા વરસાવે અને ઉચ્ચ પદ મળવાની શક્યતા છે. પિતા તરફથી કોઇ લાભ મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં માહોલ આનંદમય રહેશે. બિઝનેસના કામથી પ્રવાસ થઇ શકે. દાંપત્યજીવનમાં મનમેળ રહેશે.
તુલા: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપ નવું કામ શરૂ કરવા માટે પ્રયત્ન કરશો તેમ જણાઈ રહ્યું છે. બૌદ્ધિક તેમજ સાહિત્ય અને લેખનનું કામ કરી શકશો. કોઇ ધાર્મિક સ્થળે દર્શનાર્થે જઇ શકશો. વિદેશી મિત્રો કે સગા વ્હાલાઓના સમાચાર મળવવાથી ખુશી અનુભવશો. ઓફિસમાં સહકર્મચારીઓ પુરતો સહકાર ન આપે તેવી શક્યતા છે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આજે આપે કોઇની સાથે ચર્ચા કે દલીલમાં ન ઉતરવું જોઇએ.
વૃશ્ચિક: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપે આપના સ્વભાવ અને વર્તન પર જેટલો કાબુ રાખશો એટલા સરળતાથી તમારા કાર્યો પાર પડશે. કોઇ નવું કાર્ય શરૂ કરતા પહેલા દરેક પાસાનો ઉંડો અભ્યાસ કરવો. આરોગ્ય સંભાળવાની સલાહ છે. મને ગમતી હોય તેવી પ્રવૃત્તિમાં ધ્યાન આપવું અને ખાનપાન બાબતે વધુ સભાન રહેવું પડશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. ધાર્મિક કાર્ય કે સાધના માટે સમય સારો છે. વિચારો અને ચિંતનથી મનને શાંત કરી શકશો.
ધન: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ સ્વાદિષ્ટ ભોજન, સારા પોશાક, પ્રવાસ અને પાર્ટીની મજા માણી શકશો. ભરપૂર મનોરંજનો આનંદ ઉઠાવશો. વિજાતીય પાત્રોથી આકર્ષણ અનુભવાશે. પ્રિયપાત્રને મળીને રોમાંચ અનુભવશો. લગ્નજીવન ઘણું સુખી રહેશે. આપ સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. તર્ક અને બુદ્ધિપૂર્વકના વિચારોની આપ-લે થઇ શકશે. ધંધામાં ભાગીદારોથી લાભ મેળવી શકશો.
મકર: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. વેપાર ધંધામાં વૃદ્ધિ અને આર્થિક યોજનાઓ બનાવવા માટે આજે દિવસ સારો છે. નાણાંની આપ-લે સારી રીતે કરી શકશો. જે લોકો આયાત-નિકાસનું કામ કરતા હશે તે લાભ મેળવી શકશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. કાયદાકીય બાબતોથી બચીને રહેવું. સ્વાસ્થ્ય સારું રહેશે. વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં.
કુંભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજનો દિવસ તમને અસમંજસમાં રાખી શકે છે. વિચારો ઝડપથી બદલાવાને કારણે આપ દ્વિધામાં અટવાશો અને કોઇ નિર્ણય પર આવી નહીં શકો. સંતાનો સાથે શક્ય હોય ત્યાં સુધી વધુ સમય વિતાવજો. આપને પેટની તકલીફો રહેતી હોયતો અત્યારે ભોજનમાં ધ્યાન ના આપવાથી સમસ્યા વધે તેવી શક્યતા છે. જો કામમાં નિષ્ફળ થાવ તો હતાશ થયા વગર બમણા ઉત્સાહ સાથે આગળ વધો, જીત તમારી નજીકમાં જ છે. અણધાર્યા ધનખર્ચ માટે તૈયાર રહેવું. સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ સારો છે.
મીન: ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપે દરેક સાથે વાણી અને વર્તનમાં સાવચેત રહેવું પડશે. પરિવારમાં મતભેદ ટાળવા માટે દરેક સાથે વિનમ્રતાથી વર્તીને સ્થિતિ અંકુશમાં લઈ શકો છો. માતાના સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવી પડશે. મનમાં ઉચાટ રહેતો હોય તો અત્યારે મેડિટેશન કરવાની ખાસ સલાહ છે. આર્થિક ખોટ અને પ્રતિષ્ઠાને કલંક પહોંચે તેવા કોઈપણ કાર્યોથી શક્ય એટલા દૂર રહેવું. નોકરીમાં સમર્પણ ભાવના વધારવી પડશે અને વધુ કામ કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. સ્થાવર મિલ્કતમાં દસ્તાવેજ કરવામાં ખાસ ધ્યાન રાખવું પડશે. સ્ત્રી સાથેના સંબંધોથી નુકસાન થઇ શકે.