બિન સચિવાલય પરીક્ષાના ઉમેદવારોની લાગણીનું ધ્યાન સરકાર રાખશે: CM રૂપાણી
🎬 Watch Now: Feature Video
ખેડા: વડતાલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ સાપ્તાહિક તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે વિવિધ માહિતી અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે. જેમાં વિજય રૂપાણીએ બિન સચિવાલય પરીક્ષા મામલે સંપૂર્ણ તપાસ અને જરૂરી પગલાં લેવા અંગે જણાવ્યું હતું. ઉપરાંત મુખ્યપ્રધાને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, સરકાર ઉમેદવારોની લાગણીને ધ્યાનમાં રાખશે.