ગીરસોમનાથમાં ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકી, રસ્તા થયા અદ્રશ્ય
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથ : ઇતિહાસમાં કદાચ એટલો ભારે માત્રામાં ધુમ્મસ ભાગ્યે જ જોવા મળ્યો હોય એટલી ભારે માત્રામાં ધૂમ્મ્સ અને ઝાકળના કારણે વાહનચાલકો માટે સોમનાથ હાઇવે જાણે કે કપરું ચઢાણ બન્યો હતો. 20 ફૂટ દુરનું પણ કંઈ ન દેખાતું હોવાથી 1 કલાકનો રસ્તો પસાર કરતા 3 કલાક જેટલો સમય લાગતો હતો, ત્યારે દિલ્લી જેવું ધુમ્મસવાળા આ વાતાવરણમાં ક્યાંકને ક્યાંક અકસ્માતનો પણ ભય વાહનચાલકોમાં જોવા મળ્યો હતો. આ તકે આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી રાજ્ય અને દેશભરમાંથી ભક્તો સોમનાથ આવશે, ત્યારે આ ધુમ્મસ તેમની ભક્તિ સાથે તેમની ધીરજની પણ પરીક્ષા લેશે તેમ કહી શકાય.