ETV Bharat / state

મા અંબાના આંગણે કિંજલ દવે, કહ્યું "હું સૌભાગ્યશાળી છું કે મને દર્શનનો મોકો મળ્યો" - DEV DIWALI

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના દિવસે સિંગર કિંજલ દવે મા અંબાના દર્શને પહોંચ્યા અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

કિંજલ દવે
કિંજલ દવે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 1:35 PM IST

Updated : Nov 15, 2024, 2:19 PM IST

બનાસકાંઠા : દિવાળીના તહેવારમાં મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આજે દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના દિવસે પણ ભક્તોનું મોટું ઘોડાપૂર અંબાજી મંદિરમાં જોવા મળ્યું હતું. ત્યારે આજના પવિત્ર દિવસે જાણીતા સિંગર કિંજલ દવે પણ માં અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. તેમને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

મા અંબાના આંગણે કિંજલ દવે : અંબાજી પહોંચેલા કિંજલ દવે કહ્યું કે, આજે પવિત્ર દેવ દિવાળી અને કાર્તિક પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા અને ચાચર ચોકમાં સૌ દર્શન કરી રહ્યા છે. ત્યારે મને પણ મોકો મળ્યો છે કે અંબાના દર્શન કરવા અહીંયા આવી છું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું, માતાજીને પ્રાર્થના છે કે સૌને હસતા ખેલતા રાખે. સૌની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના માતાજી સમક્ષ કરું છું. આ વિસ્તારનો અને મંદિરનો આ વિશ્વસનીય વિકાસ થયો છે.

મા અંબાના આંગણે કિંજલ દવે (ETV Bharat Gujarat)

51 શક્તિપીઠની પરિક્રમા કરી : કિંજલ દવે કહ્યું કે અંબાના ગબ્બર ગોખના પણ દર્શન કરવા હું જવાની છું અને 51 શક્તિપીઠની પરિક્રમા પણ હું કરવાની છું. માં અંબાના ધામમાં અનેક ફિલ્મસ્ટાર તેમજ નેતાઓ પણ માતાજી સમક્ષ આવી સારા ભવિષ્યની કામના સાથે ઝુકાવી પ્રાર્થના કરતા હોય છે. આજે ગુજરાતી સિંગર કિંજલ દવેએ પણ મા અંબાના દર્શન કરી સર્વે મારી ભક્તો માટે પ્રાર્થના કરી અને માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

  1. વિકાસ સપ્તાહની ઉજવણી, બનાસકાંઠા રોશનીથી ઝગમગી ઉઠ્યું
  2. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન,અંબાજી મંદિર ઝળહળી ઉઠ્યું

Last Updated : Nov 15, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.