નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટીવ રિક્વાયરમેન્ટ્સ (PSQR) વેલિડેશન ટ્રાયલ્સના ભાગરૂપે ગાઈડેડ પિનાકા વેપન સિસ્ટમની ફ્લાઈટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વિકાસની માહિતી ગુરુવારે જાહેર કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, ફ્લાઈટ ટેસ્ટ 3 તબક્કામાં અલગ-અલગ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યા છે. આ ટ્રાયલ દરમિયાન, રોકેટના વ્યાપક પરીક્ષણ દ્વારા PSQR પેરામીટર્સ જેમ કે, રેન્જિંગ, ચોકસાઈ, સ્થિરતા અને સાલ્વો મોડમાં બહુવિધ લક્ષ્યોના નિશાન બનાવવાના દરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લોન્ચર પ્રોડક્શન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરાયેલા 2 ઇન-સર્વિસ પિનાકા લોન્ચર્સમાંથી દરેક પ્રોડક્શન એજન્સીના 12 રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Validation Trials of #GuidedPinaka Weapon System as part of PSQR has been successfully completed and parameters viz., ranging, accuracy, consistency and rate of fire for multiple target engagement in a salvo mode have been assessed by extensive testing of rockets. pic.twitter.com/Rb2Zy1PgRZ
— DRDO (@DRDO_India) November 14, 2024
મંત્રાલયે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ માટે સટીક હુમલો કરવાવાળી આવૃત્તિ સંપૂર્ણ રીતે સ્વદેશી હથિયાર સિસ્ટમ છે, જેને આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા રિસર્ચ સેન્ટર બિલ્ડીંગ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, હાઈ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી અને પ્રૂફ અને પ્રાયોગિક સ્થાપનાના સહયોગથી ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે, આમાં દારૂગોળો માટે મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ અને ઈકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ અને પિનાકા લૉન્ચર અને બેટરી કમાન્ડ પોસ્ટ માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને
લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સિસ્ટમના સફળ PSQR માન્યતા ટ્રાયલ માટે DRDO અને ભારતીય સેનાને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, આ ગાઈડેડ પિનાકા વેપન સિસ્ટમને સામેલ કરવાથી સશસ્ત્ર દળોની આર્ટિલરી ફાયરપાવરને વધુ વેગ મળશે.
આ પણ વાંચો: