ગોંડલ પંથકમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ, ખેડૂતો બન્યા ચિંતાતુર - rajkot siyadani sijan
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ તાલુકાના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. ખેડૂતોની મગફળીની સિઝન પુર બહારમાં ખીલી છે. મગફળીના પાકમાં ખેડૂતોની મૌસમ ચાલી રહી છે, ત્યારે માવઠા અને વાતાવરણમાં પલ્ટાની સાથે કપાસ મગફળી સહિતના પાકોમાં નુકસાની થવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં આગાહી મુજબ ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.