સુરતમાં ફરી એક વાર ચાદર ગેંગે તરખાટ મચાવ્યો - varachha
🎬 Watch Now: Feature Video

સુરત : શહેરના વરાછા વિસ્તારમાં ચાદર ગેંગે તરખાટ મચાવ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં ચાદર ગેંગની મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો. ફરી એક વખત વરાછા હિરાબાગ પાસે આવેલ કાપડની દુકાનને નિશાન બનાવી છે.આ દુકાનમાં રાત્રીના સમયે મહિલાઓ ફૂટપાથ પર આવીને બેસી જાય છે. અને ધીમેધીમે દુકાનનું શટર ઊંચું કરીને એક મહિલા દુકાનમાં પ્રવેશ કરે છે. અને રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ ચોરી કરી બહાર આવે છે . પછી ફરાર થઇ જાય છે. જે ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. જે ઘટના પોલીસે આરોપી મહિલાઓ સામે ગુનો નોંધી પકડવાની કવાયત હાથ ધરી છે.