નવી દિલ્હીઃ દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા બનશે, દિલ્હીમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં રેખા ગુપ્તાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં.દિલ્હીની નવી સરકારની રચના માટે દિલ્હીના રામલીલા મેદાનમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે બુધવારે મોડી સાંજથી આ દિશામાં જતા તમામ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવશે. શપથ સમારોહ હવે 20 ફેબ્રુઆરીએ સાંજના બદલે બપોરે 12 વાગ્યે યોજાશે.
આ શપથગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુ, યોગી આદિત્યનાથ, ફિલ્મ કલાકારો અને ધાર્મિક ગુરુઓ સહિત લગભગ 20 રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાં બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આ મંચ પરથી હિન્દુત્વના એજન્ડાનો સંદેશ આપશે.
#WATCH | भाजपा विधायक रेखा गुप्ता के मुख्यमंत्री बनने की घोषणा के बाद उनके आवास के बाहर जश्न मनाया गया। pic.twitter.com/wdl2jD7kMQ
— ANI_HindiNews (@AHindinews) February 19, 2025
શપથ સમારોહ માટે ભારતીય જનતા પાર્ટી લગભગ 30 હજાર મહેમાનોને આમંત્રિત કરી રહી છે. દેશની રાજધાની દિલ્હીના રામલીલા મેદાનના મંચ પરથી 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવી રહેલી ભાજપ આગામી ચૂંટણીમાં બિહાર સહિત અન્ય રાજ્યોને એક સંદેશ આપવા માંગે છે, જેમાં હિન્દુત્વ અને વિકાસ બંને સામેલ હશે.
\#WATCH | भाजपा विधायकों और पार्टी नेताओं ने रेखा गुप्ता को दिल्ली की नई मुख्यमंत्री बनने पर बधाई दी। pic.twitter.com/JXc9qlw3SR
— ANI_HindiNews (@AHindinews) February 19, 2025
આ સમારોહને ભવ્યતા આપવા અને તેના સુચારૂ સંચાલન માટે, પાર્ટીએ અન્ય રાજ્યોમાંથી પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોને બોલાવ્યા છે. આ કાર્યક્રમમાં ખેડૂતો અને લાડલી બહેનો ઉપરાંત લગભગ 30 હજાર મહેમાનોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, જેમાં NDAના ઘટક પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
#WATCH दिल्ली: बीजेपी नेता मनोज तिवारी ने कहा, " भाजपा की महिला सम्मान सबसे बड़ी प्राथमिकता है, रेखा गुप्ता को विधायक दल के नेता और दिल्ली की मुख्यमंत्री पद पर बैठने की बहुत-बहुत बधाई। pic.twitter.com/stspyj1W64
— ANI_HindiNews (@AHindinews) February 19, 2025
શપથ ગ્રહણ સમારોહ પહેલા કલાકાર કૈલાશ ખૈર દ્વારા રંગારંગ સંગીતનો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. ફિલ્મ સ્ટાર્સ અક્ષય કુમાર, વિવેક ઓબેરોય, હેમા માલિની, કૈલાશ ખેર સહિત 50 થી વધુ ફિલ્મ કલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત એક ડઝન ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. સૂત્રોનું માનીએ તો, બાબા રામદેવ, સ્વામી ચિદાનંદ, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી, શ્રી શ્રી રવિશંકર જેવા ધાર્મિક ગુરુઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.શપથ સમારોહમાં વડાપ્રધાન સહિત મોટી સંખ્યામાં ઉચ્ચ સુરક્ષા નેતાઓની હાજરીને કારણે રામલીલા મેદાનની સુરક્ષા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આજે બુધવારની સાંજથી જ સામાન્ય લોકો માટે અવરજવર બંધ થઈ જશે.