ભારત બંધના એલાનને જૂનાગઢ APMC માં વેપારીની સાથે ખેડૂતોએ ભારત બંધના એલાનને આપ્યું સમર્થન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ખેડૂતો દ્વારા આજે ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢ એપીએમસીના વેપારીઓ પોતાની વ્યાપારી એકમો બંધ રાખીને ખેડૂતોના સમર્થનમાં સામે આવ્યા છે. તો બીજી તરફ ખેડૂતો પણ ખેડૂતોના હામી હોય તે પ્રકારે પોતાની કૃષિ જણાશો લઈને એપીએમસીમાં આવવાનો આજના દિવસે ટાળ્યું છે. જૂનાગઢ એપીએમસીના દ્રશ્યો બતાવી આપે છે કે, જે પ્રકારે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું તેને જૂનાગઢ એપીએમસીના વેપારીઓ અને ખેડૂતોએ સજ્જડ પ્રતિસાદ આપ્યો છે. એપીએમસી પૂરતું અત્યારના સમયે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારત બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર જૂનાગઢ એપીએમસી નહીં વિસાવદર, ભેંસાણ, મેંદરડા, માણાવદર, કેશોદ સહિતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ આજે ખેડૂતોના સમર્થનમાં આવશે અને તમામ પ્રકારની વેપારી ગતિવિધિ જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડનો સવાલ છે તેમાં સજ્જડ બંધ જોવા મળશે.
Last Updated : Dec 8, 2020, 1:53 PM IST