સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ટાઉનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 20 વર્ષની એક કોલેજિયન યુવતીએ પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન પિતા જોઈ જતા તેમણે દીકરીને આ બાબતે ઠપકો આપ્યો, જેનાથી નારાજ થઈને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં યુવતી હોસ્પિટલમાં દાખલ છે. અને પોલીસે પણ ઘટનાની ફરિયાદ નોંધી છે.
પ્રેમી સાથે વાત કરતા પિતા જોઈ ગયા
ઘટના મુજબ, યુવતી ઘરે પોતાના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેના પિતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપ્યો અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો. આ વાતથી નારાજ થયેલી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે યુવતીને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટના મામલે કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયાના જણાવ્યા મુજબ, હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો બની રહી છે, જે દર્શાવે છે કે યુવા પેઢી સાથે સંવાદ અને સમજણ કેળવવી કેટલી મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: