અમદાવાદઃ અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 માં થોડા સમય પહેલા નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરતા જેને બાઇડિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યાંના એક કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. વધુની તપાસ હાથ ધરવામાં આવી છે.
ફ્લાવર શોમાં નકલી ટિકિટનો કોભાંડ, એક આરોપીની અટકાયત
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શો ચાલી રહ્યો છે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આમ તો ઓનલાઇન ટિકિટ રાખવામાં આવી છે પરંતુ થોડા સમય પહેલા અમુક વ્યક્તિઓ પાસેથી પ્રિન્ટેડ ટિકિટ કે જે ઇમરજન્સી વખતે વાપરવાની હતી તે મળી આવી હતી. આ ટિકિટ કેવી રીતે તેમની પાસે પહોંચી અને આખી ઘટના શું હતી? તેમ આમલી રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારે આ મામલે હવે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે અમદાવાદ બી ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર એચ. એમ. કણસાગરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોમાં ઓનલાઇન ટિકિટ વેચાણ કરવાની સામાન્ય રીતે પદ્ધતિ છે પરંતુ કોઈ પણ ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થાય ત્યાં અન્ય કોઈ સમસ્યાના વૈકલ્પિક માર્ગ તરીકે જે ફ્લાવર શો જોવા આવનાર છે. તેમને ટિકિટ્સ મળી રહે અને વ્યવસ્થા ચાલુ રહે તે માટે 5 લાખ જેટલી ઓફલાઈન ટિકિટ પ્રિન્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી."
18 ક્રિએશન નામની કંપનીને પ્રિન્ટિંગ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "18 ક્રિએશન નામની કંપનીના પ્રિન્ટિંગ માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. તેને 70 રૂપિયાની ટિકિટ, 100 ટિકિટ ને કુલ મળીને પાંચ લાખ જેટલી ટિકિટ આપવા માટે આપવામાં આવી હતી. અરે શાહપુરમાં આવેલ ક્રિષ્ના બાઇડિંગ એજન્સીને બાઈડિંગ અને નમ્બરિંગ માટેનું કામ સોંપવામાં આવેલું હતું."
આરોપી આશિષ પંકજ કુમાર ભાવસારની ધરપકડ
તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે "આ પ્રિન્ટેડ ટિકિટો ફ્લાવર શોના ગેટ નંબર ચાર પર કોઈ વ્યક્તિ પાસેથી મળી આવેલી હતી. અને આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો દાખલ થયેલ ગુનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આખી ચેન દ્વારા કે કેવી રીતે કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો, ત્યાંથી હકીકત એવી જાણવા મળી કે આ જે બાઇડીંગનું કામ આપવામાં આવેલું હતું. ક્રિષ્ના બાઇડીંગ શાહપુરને તેમાં મજૂરી કામ આમે આવતા આશિષ પંકજ કુમાર ભાવસાર સહિત તેમની સાથેના અન્ય મજૂરોએ રાત્રિના સમયે બાઇડીંગ કરતી વખતે બોક્સમાં પેકિંગ કર્યું હતું અને તે બોક્સ માંથી અમુક ટિકિટો કાઢી લીધેલું હોવાનું જાણવા મળ્યું હતું."
આગળની પોલીસ તપાસમાં વધુ ખુલાસા થશે
આગળની તપાસ કેવી રીતે થશે તે અંગે મદદનીશ પોલીસ કમિશનર એચ. એમ. કણસાગરાએ વાત કરતા જણાવ્યું હતું કે "તેથી તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમની સાથે કામ કરતા અન્ય મજૂરોની પણ આમા સંડોવણી છે કે કેમ ? તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે."Conclusion:* ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ઓનલાઇન ટીકીટ નથી હોતી આવી ટિકિટ મળે તો પોલીસનો સંપર્ક કરવો.
આપને જણાવી દઈએ કે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં કોઈ પણ પ્રકારે ઓફલાઈન ટિકિટો આપવામાં આવતી નથી જો કોઈ ટેકનીકલ ખામી સર્જાય કે પછી સર્વર ડાઉન થાય તો જ આ પ્રકારની ઓફલાઈન ટિકિટનો ઉપયોગ કરવામાં આવે છે જો આપના સુધી આ પ્રકારની કોઈ પણ ટિકિટ પહોંચે છે તો તાત્કાલિક મેનેજમેન્ટનો અથવા તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ.