અમદાવાદમાં કરફ્યૂને લઈ સોમનાથથી પ્રવાસીઓ વતન તરફ પરત ફર્યા - Effect of corona virus
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથઃ રાજ્ય સરકાર દ્વારા જ્યારથી અમદાવાદમાં 60 કલાકના કરફ્યૂની જાહેરાત કરાઈ છે, ત્યારથી સમગ્ર રાજ્યમાં પ્રવાસે ગયેલા અમદાવાદીઓ વતન તરફ રવાના થયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દર્શને આવેલા અમદાવાદીઓના કાફલા હોટલમાંથી વહેલી સવારે ચેક આઉટ કરીને સોમનાથથી માદરે વતન જવા રવાના થયા છે. રાજ્ય સરકાર અને મુખ્યપ્રધાન રૂપાણીએ સ્વયં દ્વારા લોકડાઉન નથી થવાનું તેવી બાંહેધારી આપવામાં આવી છે. છતાં પણ સરકાર દ્વારા જાહેર કરાયેલા 60 કલાકના કરફ્યૂ અમદાવાદીઓને ભયભીત કરવા માટે કાફી સાબિત થયું છે.