થરાદ પોલીસે અફીણના રસ સાથે 1ની અટકાયત કરી - બનાસકાંઠા પોલીસ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ જિલ્લામાં ગત ઘણા સમયથી માદક પદાર્થોની હેરાફેરી મોટા પ્રમાણમાં થઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવાર-નવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થોની હેરાફેરી થવાની ઘટના સામે આવે છે. પોલીસે સોમવારે બાતમીના આધારે થરાદ તાલુકાના ચાંગડા ગામે નાકાબંધી ગોઠવી શંકાસ્પદ બાઇક ચાલકની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને આ શખ્સ પાસેથી ગેરકાયદે 245 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. જેની કિંમત 24,500 આંકવામાં આવે છે. જેથી પોલીસે બાઈકચાલક રુપાજી દેવડાની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં રૂપાજી દેવડાએ આ અફીણ રાજસ્થાનના સાચોર ગામે રહેતા હરચંદજી પટેલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે અફીણનો રસ મોબાઈલ, બાઈક, સહિત 60,600નો મુદ્દામાલ જર્ત કરી હરચંદજી પટેલ અને રૂપાજી દેવડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.