બનાસકાંઠામાં ખેતરોમાં ઈયળોનો આતંક, ખેડૂતો પરેશાન - બનાસકાંઠામાં ખેતરોમાં ઈયળોનો આતંક,ખેડુતો પરેશાન
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: ખેડૂતો પર એક પછી એક નવી મુસીબતો આવતી જાય છે. કમોસમી વરસાદ બાદ હવે એરંડાના પાકમાં ઈયળોનો ત્રાસ વધી જતાં ખેડૂતો પરેશાન થઇ ગયા છે. એરંડાના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે ખેતરમાં હોય તે ખેતરમાં મોટાભાગના પાક નાશ થઈ જાય છે. જેથી બચવા માટે ખેડૂતોએ હાલમાં દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તેમ છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવી શકે તેમ નથી, તેના કારણે જ અહીં એરંડાનું વાવેતર કરેલા 50 ટકાથી પણ વધુ, ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
TAGGED:
એરંડાના પાકમાં ઇયળનો ઉપદ્રવ