ભરૂચ સબજેલમાં કેદીઓ માટે ટેલિફોન બૂથની સેવા શરૂ કરાઈ - Bharuch Subzale
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ સબજેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જેલ પ્રશાશન દ્વારા મહત્વની સુવિધા શરૂ કરવામાં આવી છે. સબજેલમાં મોબાઈલ ફોનનાં ઉપયોગ પર પ્રતિબંધિત છે. આમ છતાં કેદીઓ ગેરકાયદેસર રીતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને સબજેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના પણ બને છે. ત્યારે ભરૂચ સબજેલમાં ટેલીફોન બુથની સેવા શરૂ કરવામાં આવી છે. જ્યાંથી કેદીઓ અઠવાડિયામાં ત્રણ વખત 5 મિનીટ સુધી પરિવારજનો સાથે વાત કરી શકશે. આ ટેલીફોન બુથમાં રેકોર્ડીંગ ડીવાઈઝ પણ લગાવવામાં આવ્યું છે. આથી તમામ વાત રેકોર્ડ થશે અને તેનો ડેટા પણ સ્ટોર રાખવામાં આવશે. જેલ અધિક્ષક આઈ.વી.ચૌધરી અને જેલર બી.એસ.માછીના પ્રયાસોથી આ સેવા શરૂ કરવામાં આવી છે.